BLOGS

હવે માત્ર પટોળા નહીં, રમત ગમત ક્ષેત્રે પણ ગુજરાતને ગૌરવ અપાવે છે પાટણ

Harsh Sanghavi

May 19, 2022

આપણું પ્રગતિશીલ પાટણ રમત ગમત ક્ષેત્રે પણ ઘણું અગ્રેસર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી, ત્યારબાદ ગુજરાતના છેવાડાના ગામોમાં પણ રમતગમત ક્ષેત્રે લોકોનો ઉત્સાહ ઘણો વધ્યો છે. અને તેનું એક નજરાણું પાટણ જીલ્લાના સરસ્વતિ તાલુકાના ત્રણ ગામોમાં જોઇ શકાય છે.

સપરા ગામમાં ખો-ખો, મહાદેવપુરા ગામમાં ફૂટબોલ અને ઉધરા ગામમાં હોકીની રમતમાં ગુજરાતને રાષ્ટ્રીયકક્ષાએ ગૌરવ પ્રાપ્ત થયું છે. પાટણ જિલ્લામાં આવેલ ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કુલની સુવિધાઓના કારણે દીકરીઓને રમતગમતક્ષેત્રે વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે જેના પરિણામે આગામી દિવસોમાં તેઓ ગુજરાતનું ગૌરવ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચોક્ક્સથી વધારશે.

પાટણ જિલ્લામાં વોલીબોલ, જુડો અને સ્વીમીંગ માટે પણ વિદ્યાર્થીઓને એક્સપર્ટ પ્રશિક્ષક દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. ગામની દીકરીઓ જિલ્લાકક્ષા થી લઇ રાષ્ટ્રીય કક્ષા સુધી ગામનું નામ રોશન કરે છે. સાથો સાથ પાટણ અને ગુજરાત સરકારનું નામ પણ રોશન કરી રહી છે.
રમત ગમત વિભાગ દ્વારા ખેલમહાકુંભનુ આયોજન કરી આ ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો છે. ખેલ મહાકુંભની ઇનામી યોજનાઓના લાભથી દીકરીઓનું મનોબળ વધ્યું છે.
મહાદેવપુરા ગામની છોકરીઓ ૨૦૧૦થી ફુટબોલ રમે છે.૨૦૧૩માં તેઓએ અંડર-૧૪ કેટેગરીમાં, ખેલમહાકુંભ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ચેમ્પિયન પણ બન્યા હતા. ત્યારથી મહાદેવપુરા ગામની છોકરીઓ સતત ચેમ્પિયન બની રહી છે.
વર્ષ ૨૦૧૮માં છોકરીઓએ ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કુલ જોઇન કરી ત્યારથી તેમને પ્રોફેશનલ તાલીમ મળી રહી છે. તેઓ રીલાયન્સ ,સુબ્રતો અને એસોશીએશનની વિવિધ સ્પર્ધાઓ રમી, ખુબ જ સુંદર પરફોર્મંન્સ આપ્યા છે. ગુજરાતના ખેલાડીઓનું રમતગમત ક્ષેત્રે રીઝલ્ટ પણ તેના કારણે ઊંચું આવી રહ્યુ છે.

આ સ્કુલમાં પ્રશિક્ષણ લઈ રહેલી દિકરી એ જણાવ્યું કે "હું જુડોમાં હવે નેશનલ લેવલની ખેલાડી બની ચુકી છું અને આ સ્પોર્ટ્સ સ્કુલના મને ઘણાં જ ફાયદા મળી રહ્યા છે. ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ સ્કુલમાં રહેવાથી અમને કોચીસ ખુબ સારી પ્રેકટીસ કરાવે છે, જમવાની પણ એકદમ સારી સુવિધા છે અને હોસ્ટેલની પણ શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવે છે. શિક્ષણની વ્યવસ્થા અને ઉત્તમ શિક્ષકો પણ સરકાર દ્વારા આપવામાં આવે છે.

એટલે વિદ્યા સાથે રમતગમતની પણ તાલીમ લઇ રહ્યા છીએ જેમાં બાસ્કેટબોલ, વોલીબોલ, જુડો, ફુટબોલ,સ્વીમીંગ, જેવી રમતોમાં ૧૭૦ જેટલા ખેલાડીઓ તાલીમ લઇ રહ્યા છે" તેમ .
“રમશે ગુજરાત-જીતશે ગુજરાત” ના સુત્રને સાકાર કરવા દરેક જિલ્લાઓમાં વિવિધ રમતોના નિષ્ણાત કોચ છે. ન્યુટ્રીશન દ્વારા ખેલાડીઓ માટે ચોક્કસ ભોજન મેનુ તૈયાર કરવામાં આવેલું છે જેને કારણે બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે. સાથે જ તેમને તમામ સુવિધાઓ જેવી કે ભણવાની સુવિધા, રહેવાની સુવિધાઓ અને સ્પોર્ટસ કીટ પણ આપવામાં આવે છે. જે અનુસંધાને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ જ જેમનું લક્ષ્ય છે તેવા તેજસ્વી બાળકો તૈયાર થઇ રહ્યા છે.

સ્પોર્ટ સ્કૂલમાં તૈયાર થઈ રહેલા બાળકો ને યોગ્ય પ્લેટફોર્મ મળે તે હેતુથી 2010માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભ પણ હવે ગુજરાતના ખેલાડીઓ માટે મહોત્સવ બનતો જાય છે. પાટણના ત્રણ ગામોની દીકરીઓના અચિવમેન્ટસ ની વાત કરીએ છીએ ત્યારે વર્ષ 2022 માં ખેલ મહાકુંભમાં કુલ ૫૫ લાખ ૬૦ હજાર જેટલા ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું, જેમાં ગુજરાતની ૨૩ લાખ ૭૦ હજાર જેટલી દીકરીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ખેલાડીઓને પુરતી સુવિધાઓ મળે, યોગ્ય ટ્રેનિંગ મળે અને ખેલ મહાકુંભ જેવો પ્લેટફોર્મ મળે તેની સાથોસાથ તેમનો ઉત્સાહ અને જુસ્સો ટકી રહે તે માટે ખેલ મહાકુંભ ના માધ્યમથી વિજેતા ખેલાડીઓને ૩૦ કરોડના રોકડ ઇનામો પણ આપવામાં આવશે. કુલ ૨૯ જેટલી રમતોમાં ટીમ ઇવેન્ટ અને વ્યક્તિગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોન લેવલ અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ગુજરાત સરકાર દ્વારા નિર્મિત હાઇ પરફોર્મન્સ સેન્ટરમાં ઉચ્ચ તાલીમ આપી, ખેલો ઇન્ડિયા અને રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી અન્ય પ્રતિયોગિતા માટે તૈયાર કરવાનું કામ પણ કરવામાં આવે છે. ગુજરાત સરકારના અભિગમથી ગુજરાતના છેવાડાના ગામડામાં રહેતા રમત ગમત ક્ષેત્રે પ્રતિભા ધરાવતા તમામ ખેલાડીઓને યોગ્ય તક મળે છે અને તે ગુજરાતનું નામ માત્ર ભારતમાં નહીં પરંતુ ઓલમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપસમાં પ્રતિનિધિત્વ કરીને વિશ્વભરમા ગુંજતું કરે છે અને ગુજરાતને ગૌરવ અપાવે છે.

વૈશ્વિક ફલક પર દિવ્યાંગ ખેલાડીઓને પણ યોગ્ય તક અને માર્ગદર્શન મળી રહે તે માટે ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગો માટે પણ સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેના પરિણામે દિવ્યાંગ ખેલાડી ઓ પણ વૈશ્વિક સ્તર પર ગુજરાતને ગૌરવ અપાવી શકે. પાટણ ની આ દીકરીઓની વાત કરીએ છીએ ત્યારે જેમણે વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે તેવા સરિતા ગાયકવાડ, માના પટેલ, અંકિતા રૈના કે પછી દિવ્યાંગ ટેબલ ટેનિસ પ્લેયર અને ઓલિમ્પિક મેડાલિસ્ટ ભાવિના પટેલ ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે થઈ રહેલા સકારાત્મક પરિવર્તનનું જીવંત ઉદાહરણ છે. આ ગુજરાત સરકારની રમત-ગમત ક્ષેત્રને વૈશ્વિક સ્તરની સુવિધાઓથી સજ્જ બનાવવા માટેની પ્રતિબદ્ધતા નું પરિણામ છે. રાજ્યભરના તમામ જિલ્લા કેન્દ્રો પર આ પ્રકારની સ્પોર્ટસ સ્કૂલ ઊભી થાય જ્યાં ખેલાડીઓને શિક્ષણની સાથે રમત ગમતની યોગ્ય તાલીમ અને સુવિધા સભર આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તે હેતુથી કુલ 256 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ગુજરાતની આ પહેલ ભવિષ્યમાં ઓલમ્પિક્સ જેવી રમતો ભારતમાં યોજાય ત્યારે તેની યજમાની માટે યોગ્ય માળખું ગુજરાતમાં હોય તેવી નેમ સાથે રાજ્યના રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત કરી રહ્યા છે.

Our Recent Blogs

2022-06-18
By: Harsh Sanghavi

લાખો લોકોનું જીવન-સ્વપ્ન થયું સાકાર ...

પીએમ આવાસ યોજના થકી મળ્યો આધાર.
આજની સવાર ૧ લાખ ૪૧ હજાર ૭૦ પરિવારો માટે એમના જી...


2022-06-17
By: Harsh Sanghavi

“ઘરના ઘરનું” સ્વપ્ન થયું સાકાર... ગરીબોએ માન્યો મોદીજીનો આભાર......

• છેલ્લા ૨૦ વર્ષમાં સુરત શહેરમાં સ્લમ વિસ્તાર ૨૦.૮૭% થી ઘટીને માત્ર ૫.૯૯% બચ્યા છે...


2022-05-19
By: Harsh Sanghavi

હવે માત્ર પટોળા નહીં, રમત ગમત ક્ષેત્રે પણ ગુજરાતને ગૌરવ અપાવે છે પાટણ...

આપણું પ્રગતિશીલ પાટણ રમત ગમત ક્ષેત્રે પણ ઘણું અગ્રેસર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ...


2021-12-23
By: Harsh Sanghavi

Kashi Vishwanath Dham: A symbol of the Sanatan culture of India...

The City Of Lord Mahadev has now been rejuvenated by PM Modi. After 400 years, the world witnessed the Historic, Grand, Divine and Ethereal Kashi! There is unprecedented enthusiasm in the whole world following ...