BLOGS

“ઘરના ઘરનું” સ્વપ્ન થયું સાકાર... ગરીબોએ માન્યો મોદીજીનો આભાર...

Harsh Sanghavi

Jun 17, 2022

• છેલ્લા ૨૦ વર્ષમાં સુરત શહેરમાં સ્લમ વિસ્તાર ૨૦.૮૭% થી ઘટીને માત્ર ૫.૯૯% બચ્યા છે.
• વિવિધ સરકારી યોજનાઓ થકી સુરત શહેરમાં ૮૨,૪૬૭ પરિવારોને ઘરનું ઘર આપવામાં આવ્યું

પ્રધાનમંત્રી આવાસ યોજના એ ફક્ત આવાસો બનાવવાની યોજના નથી.
ગરીબોના સપના સાકાર કરવા માટેનું આ એક મહત્વપૂર્ણ પગલું છે.

– વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીખોરાક, કપડાં અને આવાસને મોટેભાગે જીવનની ત્રણ સૌથી મહત્વપૂર્ણ બાબતો ગણવામાં આવે છે. આપણે બધા “ઘરનાં ઘર”નું સ્વપ્ન જોઈએ છીએ. ભલે તે નાનું 1 બેડરૂમનું હોય કે બંગલો, ઘર એ વ્યક્તિની શ્રેષ્ઠ આર્થિક સુરક્ષા છે. જો કે, સંપત્તિના ભાવ આસમાને ચડતા, સમાજના કેટલાક વર્ગ એવા છે કે જેઓ પોતાનું ઘર ધરાવવાનું સપનું પણ નથી જોઈ શકતા. માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જણાવ્યા અનુસાર, “પ્રધાનમંત્રી આવાસ યોજના” એ ગરીબોના સપના સાકાર કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે”. આ યોજના અંતર્ગત “Economically Weaker Section (EWS)” સ્કિમમાં જે કુંટુંબોની વાર્ષિક આવક રૂ।.૧ લાખ જેટલી જ છે તેમને પાકા અને સુવિધા સભર આવસનો લાભ આપવામાં આવે છે. વિવિધ યોજનાઓ અંતર્ગત છેલ્લા ૨૦ વર્ષમાં સુરત શહેરમાં ૮૨,૪૬૭ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌પરિવારોને ઘરનું ઘર આપવામાં આવ્યું છે. સુરત પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં વધુ ૧૮,૦૦૦ પાકા મકાનો બનાવવાનું લક્ષ્ય પણ જલ્દી પૂર્ણ કરવામાં આવશે. આ રીતે અપગ્રેડ કરાયેલી ઝૂંપડપટ્ટીઓ ચોક્કસપણે શહેરને આરોગ્યપ્રદ અને સૌંદર્યલક્ષી મહત્વ પ્રદાન કરશે.
ઝૂંપડપટ્ટીઓ શહેરી વિસ્તારોનો અભિન્ન ભાગ છે, તેઓ અર્થતંત્રમાં પણ નોંધપાત્ર યોગદાન આપે છે. ઝૂંપડપટ્ટીમાં પ્રવર્તતું અસ્વચ્છ અને નિરાશાજનક વાતાવરણ માત્ર શહેરમાં રોગો ફેલાવવાનું કારણ નથી, પરંતુ તેમાં રહેતા લોકો માટે પણ તે ઘૃણાનું કારણ બને છે. શહેરનો સર્વાંગી વિકાસ ઝૂંપડપટ્ટીનું સ્તર ઊંચું લાવ્યા વગર શક્ય બનતો નથી.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની સમૃદ્ધિના નિર્માણને ધ્યાનમાં રાખી ઝૂંપડપટ્ટીના આશ્રયસ્થાનોને તમામ પાયાની માળખાકીય સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. ઝૂંપડપટ્ટી વિનાનું શહેર એ સુરત મહાનગરપાલિકાનું ધ્યેય અને ઉદ્દેશ્ય છે. “પ્રધાનમંત્રી આવાસ યોજના”, “મુખ્યમંત્રી ગૃહ યોજના” જેવી સરકારી યોજનાઓના અમલ માટે “સ્લમ અપગ્રેડેશન સેલ” દ્વારા વિશેષ ધ્યાન આપાઈ રહ્યું છે. લક્ષ્ય સુધી પહોંચવા માટે, “Economically Weaker Section (EWS)” હાઉસીંગ સ્કીમ દ્વારા ઝૂંપડપટ્ટીઓનું પુનર્વસન કરવાનું નક્કિ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના અનેક સ્લમ વિસ્તારોનું પૂનર્નિર્માણ કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત વિસ્તારોમાં કાચા મકાનો કે ઝુંપડામાં રહેતા પરિવારોને જ્યારે સરકારની સહાયથી ઘરનું ઘર મળે ત્યારે તેમની સંવેદના અને સરકાર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ તેમના શબ્દોમાં જ નહિં પણ આંખોથી પણ છલક્તો હોય છે. પૂનર્નિર્માણ થયેલ ઝંપડપટ્ટીના રહેવાસીઓની સંવેદના... :
(૧) સરલાબેન મુકેશભાઇ રાઠોડ નો પરિવાર કાચા મકાનમાં રહેતો હતો. ખેતી મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં સરલાબેન કહે છે કે “ખેતી કામ કરીને બે ટંક ખાવા પૂરતું કમાઈ લઇએ પરંતુ પોતાનું પાકું મકાન લેવાનો વિચાર સ્વપ્નમાં પણ નહોતા કરી શકતા”. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા કાચા મકાનોના પૂનર્નિર્માણ સ્કીમ થકી તેમનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું, તે બદલ સરકાર માટે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતા તેમની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા.
(૨) સતિષભાઈ બચુભાઈ નાયકાનો પાંચ વ્યક્તિઓનો પરિવાર સાથે ઝૂંપડામાં રહેતા અને છૂટક મજૂરી કામ કરી, પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS યોજના થકી ઝુંપડપટ્ટીના પૂનર્નિર્માણ થકી તેમને પોતાનું પાકું મકાન મળ્યું. મકાન મળ્યા બાદ સરકારનો આભાર વ્યક્ત કર્તા સતિષભાઈએ જણાવ્યું હતું કે “ઘરનું ઘર મળવાથી અમે ખૂબ ખુશ છીએ. જીવનની અતિ મહત્વની જવાબદારી સરકારે ઉપાડી લેતા હવે અમારા બાળકોને સારું શિક્ષણ આપી શકીશું. ઝુંપડામાં રહેતા ત્યારે મજૂરી કામ પર જતી વખતે પરિવારની સલામતીની સતત ચિંતા રહેતી પરંતુ ઝુંપડપટ્ટીના પૂનર્નિર્માણ થકી પાકું મકાન મળતાં, હવે પરિવાર ખુશ છે અને એમની સુરક્ષાની પણ હવે ચિંતા રહી નથી”.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મુખ્ય ચાર બિંદુઓ પૈકી, ઇન-સીટુ સ્લમ રિડેવલપમેન્ટ (ISSR)-PPP હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનએ 13 સ્લમ પોકેટ્સના આશરે ૧૦,૨૦૦ ઘરોના રિડેવલપમેન્ટ માટે ડીટીએલ પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કર્યાં છે જ્યારે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના ૫,૮૫૦ ઘરોના પુનઃવિકાસ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. અન્ય સાત સ્લમ પોકેટના બાકી રહેતા ૪,૩૫૦ ઘરો માટે ફરીથી ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.

માત્ર ગરીબો જ નહિ પરંતુ મધ્યવર્ગ માટે પણ તેમનું જીવન ધોરણ સુધારવાની અને સપનાનું ઘર મેળવવાની તક સરકારની વિવિધ યોજનાઓ થકી સુરતવાસીઓને મળી છે. EWS, LIG, MIG જેવી અલગ અલગ કેટેગરીમાં. “પ્રધાનમંત્રી આવાસ યોજના”, “મુખ્યમંત્રી ગૃહ યોજના” હેઠળ સુરતમાં કુલ ૮૨,૪૬૭ ઘર લાભાર્થીઓને સોપી દેવાયા છે. જ્યારે દેશભરમાં ૮.૨૫ લાખ કરોડના ખર્ચે ૧.૨૧ કરોડ જેટલા આવાસ બનાવાયા છે. જેમાંથી ૫૯ લાખ પરિવારોને ઘરનું ઘર મળી ચુક્યું છે.

Sr.no. Category Total Units Allotted Units
1. EWS Housing Scheme 7424 7424
2. VAMBAY 372 113
3. LIG Housing Scheme 113 372
4. JnNURM-BSUP 46856 46374
5. Mukhya Mantri Awas Yojana (LIG) 8721 8721
6. Pradhan Mantri Awas Yojana (EWS-1) 5414 5414
7. Pradhan Mantri Awas Yojana (EWS-2) 10181 10181
8. Pradhan Mantri Awas Yojana (EWS-2) 12901 3868
9. Pradhan Mantri Awas Yojana (EWS-2) Tender Invited 1380 0
10. Pradhan Mantri Awas Yojana (EWS-2) new DPR sectioned 7911 0
Total 1,01,273 82,467


આવાસ યોજનાની મુખ્ય વિશેષતાઓ :

• ફાળવવામાં આવતા આવાસોનો અંદાજીત ખર્ચ ૬.00 લાખ થી ૭.૦૦ લાખનો થાય છે (જમીનની કિંમત વગર) જે લાભાર્થીઓને રાજ્ય અને કેન્દ્ર સરકારની સહાય સાથે માત્ર ૩લાખમાં ઉપલબ્ધ કરાવાય છે.
• પાયાની તમામ સગવડો જેવીકે આંતરિક રસ્તા, પાણી પુરવઠો/ગટર લાઈન અને વીજ પુરવઠો, સીક્યુરીટી વિગેરે સુવીધાઓ પુરી પાડવામાં આવે છે.
• મકાનોમાં સુપર બીલ્ટઅપ એરીયા વિના મુલ્યે આપવામાં આવે છે
• નિયમ મુજબ રટાન્ડર્ડ કંપનીની લીફટની સગવડ તથા એક વર્ષ સુધી જાળવણીનો સમય. પાકા ડામરના રસ્તા તથા કેમ્પસ લાઈટસ
• બિલ્ડીંગના આર.સી.સી. સ્ટ્રકચરની ક્ષતી પૂર્તતા સમય મર્યાદા ૧૦ વર્ષની રહેશે
• બેંક લોન મેળવવામાં સહાયતા કરવામાં આવે છે

ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં લેતા, તે સ્પષ્ટ છે કે સુરત મહાનગરપાલિકા તથા કેન્દ્ર અને રાજ્ય સરકારનો મુખ્ય હેતુ શહેરી ગરીબો અને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ઓછામાં ઓછા મધ્યમ વર્ગના સ્તર સુધી લાવવાનો છે. ઘરના ઘરો આપીને લાખો લોકોને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કર્યા છે. આવાસ યોજનાઓ થકી એક એવા પ્રકારના પ્રોજેક્ટનું નિર્માણ કરાયું છે, જે ખાનગી ક્ષેત્રની સમકક્ષ છે અને જેનાથી આપણાં નગરો, શહેરોને એક ટકાઉ તથા પર્યાવરણને અનુકૂળ સ્થળ બનાવી શકાય જેમાં તમામ સુવિધાઓ સારા જીવનધોરણ સાથે આપવાનો ઈરાદો ધરાવે છે. સુરત શહેરના નીચલા વર્ગ અને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓની ગરીબી નાબૂદ કરવા માટે સફળતાપૂર્વક પ્રયત્નો થયા છે. સુરતીઓ સાથે મળીને કહીએ કે...
“આવાસ યોજના દ્વારા ઘર આપવા બદલ મોદી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર....”

Our Recent Blogs

2022-06-18
By: Harsh Sanghavi

લાખો લોકોનું જીવન-સ્વપ્ન થયું સાકાર ...

પીએમ આવાસ યોજના થકી મળ્યો આધાર.
આજની સવાર ૧ લાખ ૪૧ હજાર ૭૦ પરિવારો માટે એમના જી...


2022-06-17
By: Harsh Sanghavi

“ઘરના ઘરનું” સ્વપ્ન થયું સાકાર... ગરીબોએ માન્યો મોદીજીનો આભાર......

• છેલ્લા ૨૦ વર્ષમાં સુરત શહેરમાં સ્લમ વિસ્તાર ૨૦.૮૭% થી ઘટીને માત્ર ૫.૯૯% બચ્યા છે...


2022-05-19
By: Harsh Sanghavi

હવે માત્ર પટોળા નહીં, રમત ગમત ક્ષેત્રે પણ ગુજરાતને ગૌરવ અપાવે છે પાટણ...

આપણું પ્રગતિશીલ પાટણ રમત ગમત ક્ષેત્રે પણ ઘણું અગ્રેસર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ...


2021-12-23
By: Harsh Sanghavi

Kashi Vishwanath Dham: A symbol of the Sanatan culture of India...

The City Of Lord Mahadev has now been rejuvenated by PM Modi. After 400 years, the world witnessed the Historic, Grand, Divine and Ethereal Kashi! There is unprecedented enthusiasm in the whole world following ...