BLOGS

લાખો લોકોનું જીવન-સ્વપ્ન થયું સાકાર

Harsh Sanghavi

Jun 18, 2022

પીએમ આવાસ યોજના થકી મળ્યો આધાર.
આજની સવાર ૧ લાખ ૪૧ હજાર ૭૦ પરિવારો માટે એમના જીંદગીની સૌથી યાદગાર સવાર હશે- હર્ષ સંઘવી
ક્યારેય આપણું નાનું સ્વપ્ન પણ પુરુ થાય, તો કેટલી ખુશી અને સંતોષનો અનુભવ થતો હોય છે … તો આપ વિચાર કરો કે આજે જેમની જિંદગીનું સૌથી મોટું સ્વપ્ન પુરુ થશે એમને તથા એમના પરિવારને કેટલી ખુશીનો અનુભવ થતો હશે!…

આજે ગુજરાતની જનતા ભારતની આઝાદી બાદ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા જઈ રહી છે …

આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના વરદહસ્તે ૧ લાખ ૪૧ હજાર ૭૦ પરિવારોને એમના સપનાનું ઘર મળવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩૬૪૫ કરોડ રુપયાના ખર્ચે બનાવેલ શહેરી અને ગ્રામીણ મકાનોનું લોકાર્પણ ,ખાતમુહૂર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે...
ક્યારેય કોઈએ સપનામાં પણ ના વિચાર્યું હોય કે આટલી મોટી સંખ્યામાં એક સાથે આટલા બધા લોકોને રાજ્યના ખુણે ખુણામાં પોતાનું ઘરનું ધર મળવા જઈ રહ્યું છે..
પણ મોદી સાહેબ છે તો આ મુકીન છે..…

આજે મોદી સાહેબને નતમસ્તક થઈને વંદન કરવાનો દિવસ છે કારણકે આટલું મોટું માનવતાનું ભગીરથ કાર્ય એજ કરી શકે છે... મોદી સાહેબ એક સામાન્ય અને ગરીબ ઘરની પરિસ્થિતિ સમજી શકે છે … એમને ખબર હોય છે કે એમના ૧૩૦ કરોડ પરિવારોને શેની જરુર છે … આજે ગામના એ બાળકોને આનંદ થશે જે હવે ઝુંપડાથી નિકળી પોતાના પાકા મકાનમાં જશે .. એ મહિલાઓને સન્માન મળશે જે શહરોમાં ભાડાના મકાનમાં રહેતા હતા એ આજે પોતાના ઘરમાં ગૃહ પ્રવેશ કરશે … એ પિતાને ગૌરવ થશે કે વર્ષોના સંઘર્ષ બાદ એમના પરિવારને આખરે પોતાનું ઘર અપાવ્યું …

આટલું જ નહીં આ પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ, નળ થી જળ મિશન હેઠળ શુદ્ધ પૂરતું પિવાના પાણી જેવી અનેક યોજનાઓના લાભ પણ મળશે, એટલે સવારે જાગ્યા ત્યાં થી રાત્રે સુવા જઈએ ત્યાર સુધી બધીજ સગવડ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક સ્વપ્ન દૃષ્ટા યુગપુરુષની જેમ એટલેજ ઓળખાય છે, કારણ કે મોદી સાહેબ એક નવા જીવન સાથે નવા યુગની સ્થાપના કરવામાં સતત પ્રગતિશીલ હોય છે…

Our Recent Blogs

2023-03-08
By: Harsh Sanghavi

નારી – અદભતુ અને મજબતુ શક્તતનુું સ્વરૂપ...

નારી એ માાઁ જગદુંબાની શક્તતનુું સ્વરૂપ છે. નારી શક્તતની સરાહના, નારીના સન્માન ...


2023-02-21
By: Harsh Sanghavi

આસ્થાનું અદકેરું અનુષ્ઠાન – શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ...

આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ધર્મપ્રેમી જનતા માટે આપણા રાજ્ય...


2022-10-20
By: Harsh Sanghavi

National Games Overview ...

Sports have always occupied a special place in our hearts. Gujarat's government observed that the National Games had not been held in the previous seven years due to the epidemic and other circumstances. In ord...


2022-06-18
By: Harsh Sanghavi

લાખો લોકોનું જીવન-સ્વપ્ન થયું સાકાર ...

પીએમ આવાસ યોજના થકી મળ્યો આધાર.
આજની સવાર ૧ લાખ ૪૧ હજાર ૭૦ પરિવારો માટે એમના જી...