નારી – અદભતુ અને મજબતુ શક્તતનુું સ્વરૂપ...
નારી એ માાઁ જગદુંબાની શક્તતનુું સ્વરૂપ છે. નારી શક્તતની સરાહના, નારીના સન્માન ...
Harsh Sanghavi
આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ધર્મપ્રેમી જનતા માટે આપણા રાજ્યમાં પ્રમુખ પીઠ અંબાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓને એક જ પીઠમાં તમામ ૫૧ શક્તિપીઠના દર્શન થાય તેવું સ્વપ્ન સેવ્યું હતું. મોદીજીના સંકલ્પ અંતર્ગત ૨૦૦૮માં અંબાજીના ગબ્બર ખાતે આ ૫૧ શક્તિપીઠના નિર્માણની પવિત્ર ઈંટ મુકાઈ હતી અને વર્ષ ૨૦૧૪ માં આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીના શુભ હસ્તે તેનું ધર્માર્પણ થયું હતું. મોદીજી એ કાયમ દેશની જનતાની આસ્થાનો આદર કર્યો છે અને તેમની શ્રદ્ધાનું સમ્માન કર્યું છે. તે માટે પ્રવાસન વિભાગ, પરિવહન વિભાગ વગેરેનું સાયુજ્ય સાધીને હંમેશા શ્રદ્ધાળુઓની ધર્મ યાત્રા સરળ બની રહે, સુગમ બની રહે અને આધ્યાત્મિકતાની સાથે - સાથે પર્યાવરણ મહિમા સચવાય અને શ્રદ્ધા સાથે કુદરતે આપેલા તત્વોનું સંવર્ધન થાય તે હેતુ સાથે સરકાર કાયમ કાર્યરત રહી છે.
તે જ વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ આરાસુરી અંબાજીના પવિત્ર ગબ્બર ખાતે ગુજરાત સરકાર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવ સ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ‘ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ‘ નું આયોજન કરવામાં આવ્યું હતું. ૫૧ શક્તિપીઠોમાં પ્રમુખ પીઠ અંબાજી છે. જ્યાં મા શક્તિનું હૃદય વિરાજે છે. તેથી આ પરિક્રમાનું મહત્વ વિશેષ બની જાય છે અને વિશેષ કેમ ન બને? જ્યાં સાક્ષાત માનું હૈયું વસતું હોય ત્યાં મમતાનો મહાસાગર ઘૂઘવાટા કરે જ અને શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટે જ..
રાજ્ય સરકાર પ્રેરિત આ પંચ દિવસીય ‘ ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ‘ માટે શક્તિ રથના માધ્યમથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગામે-ગામ મા અંબાનું તેડું પહોંચાડ્યું હતું. પરિક્રમા મહોત્સવના તમામ દિવસે શક્તિપીઠના તમામ સંકુલોમાં સત્સંગ અને યજ્ઞનું આયોજન સાથે રાજ્યના નામાંકિત ગાયકો દ્વારા મા અંબાની સ્વર સાધના રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે પરિક્રમા મહોત્સવ અંતર્ગત મૂર્તિ પ્રક્ષાલન વિધિ, શોભા યાત્રા, પાલખી યાત્રા, ત્રિશુલ યાત્રા, ચામર યાત્રા અને મા અંબાના મહિમા અને ઈતિહાસનું વર્ણન કરતા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન થયું હતું. જેમાં ત્રિશુલ પદયાત્રામાં જોડાયને તેની ધન્ય ક્ષણોનો શુભારંભ કરાવવાનો લ્હાવ પ્રાપ્ત થયો હતો. આ ક્ષણે બનાસકાંઠા પોલીસ દ્વારા મા અંબાને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
પરિક્રમા પથ પર તંત્ર દ્વારા સામૂહિક સફાઈ કરવામાં આવી હતી, નડતરરૂપ દબાણો દૂર કરાયા હતા, ટોયલેટ બ્લોકની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરાઈ હતી, યાત્રાળુઓને અગવડ ન પડે માટે પાર્કિંગની પણ ઉત્તમ ઉત્તમ વ્યવસ્થા ઊભી કરાઈ હતી, ૨૪ કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત કરાયો હતો અને પોલીસ તથા સ્થાનિક પ્રશાસન તંત્રએ ખડે પગે આ પાંચ દિવસના પરિક્રમા મહોત્સવમાં સેવા આપી. બધા કર્મચારીઓએ તેમની ફરજ ખુબ ઉત્તમ રીતે નિભાવી હતી. તેઓની આ નિષ્ઠાવાન સેવા બદલ ખુબ ખુબ અભિનંદન. યાત્રાળુઓ માટે 108 એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ સાથે જરૂરી મેડિકલ કેમ્પ પણ ઊભા કરાયા હતા.
પંચ દિવસીય આ પરિક્રમા મહોત્સવનો લાભ લગભગ 3.૧૯ લાખ શ્રદ્ધાળુઓએ લીધો હતો. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ હોવા છતાં તંત્રની પ્રતિબદ્ધ કામગીરી,સજ્જતા અને ચોકસાઈના લીધે એક પણ અનિચ્છનીય બનાવ ન બન્યો તેનો સુખદ સંતોષ છે. તંત્ર દ્વારા સેવા, સુવિધા અને સલામતીની સુચારું વ્યવસ્થાઓ પૂરી સજ્જતા સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે ધર્મપ્રેમી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પ પણ શરૂ કરાયા હતા.
એસ.ટી. નિગમ દ્વારા પરિક્રમા મહોત્સવ માટે વિશેષ બસો ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત આ મહોત્સવમાં યાત્રા કરનાર આસપાસના સાત જીલ્લાઓના યાત્રાળુઓ માટે બસની ટીકીટમાં ૭૫% ની છૂટ આપવામાં આવી હતી. અંબાજી આસપાસના જિલ્લાઓમાંથી યાત્રાળુઓ માટે પરિવહનની સુવિધા સરળ બને તે માટે એસ.ટી. તંત્રની ઉત્તમ કામગીરીની સરાહના પણ કરવી ઘટે ! આ મહોત્સવ પ્રસંગે બીજા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ થયું હતું. બનાસકાંઠા જિલ્લા વન વિભાગ દ્વારા પરિક્રમા મહોત્સવ અંતર્ગત તુલસી યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રાળુઓ પણ આ તુલસી યાત્રામાં તુલસીના છોડના રોપણ દ્વારા પર્યાવરણ પ્રતિ જાગૃતી અભિયાનના સહભાગી બન્યા હતા. પરિક્રમા મહોત્સવ દરમિયાન યાત્રાધામ ગંદગી અને પ્લાસ્ટિક મુક્ત બને તેનું આહ્વાન પણ કર્યું કેમકે જ્યાં સ્વયં ઈશ્વરનો વાસ હોય તેવા ધાર્મિક સ્થળ પર ગંદગી કરવી એ ઈશ્વરની પવિત્રતાનું અપમાન જ છે.
મોદીજી શક્તિના પરમ ઉપાસક રહ્યા છે. નવરાત્રીમાં ઉપવાસ અને અનુષ્ઠાન એ વર્ષોથી એમની માતાજી પ્રત્યેની સેવા અને ભક્તિની ખરી સાધના રહી છે. જયારે તેઓ ગુજરાત પ્રવાસે હોય અને નવરાત્રીના દિવસો આસપાસ હોય ત્યારે તેઓ માના દર્શનાર્થે અચૂક પહોંચે છે. આગામી સમયમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમાનો મહિમા પ્રસ્થાપિત થાય અને પ્રતિ વર્ષ વધુમાં વધુ શ્રદ્ધાળુઓ રાજ્ય સરકાર પ્રેરિત અને પ્રોત્સાહિત આ પરિક્રમા યાત્રામાંમાં જોડાય તેવા હૃદયપૂર્વકના સંકલ્પ સાથે જનતાની સુખાકારી માટે મા અંબાના ચરણોમાં પ્રાર્થના.
નારી એ માાઁ જગદુંબાની શક્તતનુું સ્વરૂપ છે. નારી શક્તતની સરાહના, નારીના સન્માન ...
આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ધર્મપ્રેમી જનતા માટે આપણા રાજ્ય...
Sports have always occupied a special place in our hearts. Gujarat's government observed that the National Games had not been held in the previous seven years due to the epidemic and other circumstances. In ord...
પીએમ આવાસ યોજના થકી મળ્યો આધાર.
આજની સવાર ૧ લાખ ૪૧ હજાર ૭૦ પરિવારો માટે એમના જી...